VIDEO: શુષ્ક હવામાનથી મીઠાનું ઉત્પાદન વધ્યું
સોર્સ : gstv
તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં સાનુકૂળ અને શુષ્ક હવામાનના કારણે મીઠાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. તીવ્ર તડકો અને ઓછો વરસાદ મળતાં જમીન પર દરિયાઈ પાણીનું વરાળમાં રૂપાંતર ઝડપી બન્યું હતું , જેનાથી મીઠાના અગરોમાં કામગીરી વેગવંતી બની છે. ઉત્પાદનમાં વધારો થતાં સ્થાનિક અગરિયાઓ અને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી આ સાનુકૂળ સ્થિતિને લીધે આગામી દિવસોમાં દેશભરમાં મીઠાના પુરવઠાને મોટો ટેકો મળવાની ધારણા છે

