VIDEO: યુવાનોના અવાજને દબાવવો નહીં, Gen Z પર મોહન ભાગવતનો વિશ્વાસ
સોર્સ : gstv
દિલ્હી સહિત દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોના વિરોધ પ્રદર્શન વચ્ચે RSSના સરસંઘચાલક મોહન ભાગવતે નવી પેઢીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે Gen Z અને Gen Alpha પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે સવાલ પૂછવા અને સુધારા માટે અવાજ ઉઠાવવો એ યુવાનોનો લોકતાંત્રિક અધિકાર છે. તેમણે જણાવ્યું કે આજનો યુવાવર્ગ દરેક બાબતને તર્ક અને સમજ સાથે સ્વીકારવા માંગે છે. વિરોધ કરનારા યુવાનોને દેશદ્રોહી ગણાવવા યોગ્ય નથી તેમ પણ તેમણે કહ્યું હતું. મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું કે તેઓ નવી પેઢીને આંદોલન ન કરવાનો આદેશ આપશે નહીં અને યુવાનોની ભાવનાઓને સમજવાની જરૂર છે.

