Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Delhi march of farmers amid youth agitation

VIDEO: ANDARNI VAAT / યુવાનોના આંદોલન વચ્ચે ખેડૂતોની દિલ્લી કુચ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્લીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના ઉગ્ર આંદોલન વચ્ચે સરકાર ખેડૂત મુદ્દે પણ ધેરાઇ છે. સરકારનમે ઘેરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ દિલ્લી માર્ચ શરુ કરી છે. પંજાબના લુધિયાણા, અમૃતસર, ગુરુદાસપુર વગેરેમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્લી તરફ કુચ કરી હતી. હરિયાણામાંથી પણ અનેક ખેડૂતો તેમા જોડાયા હતા. પંજાબના સંયુક્ત કિશાન મોર્ચા, કિશાન મજદુર મોર્ચા સહિતના સંગઠનો લક્ઝરી બસ અને પોતાના વાહનો લઇને પંજાબ હરિયાણાથી નિકળ્યા હતા. ખેડૂતોની માગ છે કે સરકાર સંભવિત ભારત અને અમેરિકા વેપાર કરારને રદ કરે. ખેડૂતોનો આરોપ છે કે જો આ ડીલ થઇ તો દેશનો ખેડૂત બરબાદ થઇ જશે. અમેરિકા પોતાની સસ્તી પ્રોડક્ટ ભારતમાં ઠાલવશે જેનાથી દેશના ખેડૂતોને પોતાની વસ્તુ સાવ સસ્તા ભાવે વેચી દેવી પડશે, ભારતના ડેરી ઉદ્યોગ પર અમેરિકાનો કબજો થઇ જશે. અમેરિકા ફળ-ફળાદી વસ્તુઓ ભારતમાં ડમ્પ કરશે. તેથી ઉત્તર ભારતનો ખેડૂતોને હાલત કફોડી બનશે. આ મુદ્દે ખેડૂતો ઘણાં સમયથી આંદોલન કરી રહ્યા છે. સીજેપીના પ્રોટેસ્ટ વચ્ચે ખેડૂતોએ પણ સરકારને ઘેરવાનો પ્લાન બનાવ્યો હતો. પંજાબથી આવી રહેલા ખેડૂતોને હરિયાણી શંભુ બોર્ડર, ખનૌરી બોર્ડર, કુંડલી બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યા હતા. શંભુ બોર્ડર પર હરિયાણા પોલીસ દ્રારા રસ્તા પર બેરિકેટ અને સિમેન્ટ લોખંડના ગડર લગાવી દેવામાં આવ્યા હતા. રોડ પર પોલીસ અને પેરામિલિટરી ફોર્સ લગાવી દેવામાં આવી હતી. રસ્તા પર લોખંડની સંકળથી બેરીકેટને મજબૂત કરી દેવામાં આવ્યા હતા. ખેડૂતોએ કહ્યું હતું કે અમને આગળ વધતા અટકાવવા માટે સરકારે રસ્તા બંધ કરી દીધા છે. અમે બેરિકેટ તોડશું નહી. જ્યાં પણ પોલીસ અમને રોકી લેશે ત્યાં અમે રોકાઇ જશું પણ અમારું આંદોલન ચાલું રહેશે. ખેડૂત આગેવાન ગુરુનામસિંહ ચઢ્ઢુનીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર આ ડીલ કેન્સલ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલું રહેશે. સરકાર જ્યાંરે પણ જવા દેશે ત્યારે અમે દિલ્લી કુચ કરીશું અને સરકારને જગાડીશું. ખેડૂતોએ ફરીવાર આંદોલન શરુ કરતા સરકાર માટે ફરીવાર મુસીબત ઉભી થઇ છે.

App Store

- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News