VIDEO: ડોક્ટર અને હોસ્પિટલ એઆઈ કે સેલિબ્રિટી દ્વારા પ્રશંસાપત્રો નહીં કરાવી શકે: બોમ્બે હાઈકોર્ટ
સોર્સ : gstv
નેશનલ મેડિકલ કમિશને જારી કરેલી નવી માર્ગદર્શિકા મુજબ, ડોક્ટરો, ક્લિનિક્સ અને હોસ્પિટલોને દર્દીઓના અનુભવો કે પ્રતિસાદ માટે AI અથવા અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પ્રભાવકો દ્વારા કરાતા અતિશયોક્તિપૂર્ણ દાવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે…નવા નિયમો હેઠળ, ૧૦૦ ટકા ગેરંટી સાથે ચોક્કસ ઉપચાર કે સારવારનો દાવો કરી શકાશે નહીં. તેમજ માર્કેટિંગ માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ કે દર્દીના પ્રશંસાપત્રો દર્શાવતા વિડિયોઝનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ AI ટૂલ્સ દ્વારા નકલી દર્દીઓના દાવા જનરેટ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

