Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Do you also use Everest or LG's Hinge? The government put an immediate ban on the sale; find out the real reason!

શું તમે પણ વાપરો છો આ કંપનીની હિંગ? સરકારે વેચાણ પર મૂક્યો તાત્કાલિક પ્રતિબંધ; જાણી લો અસલી કારણ!

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
શું તમે પણ વાપરો છો આ કંપનીની હિંગ? સરકારે વેચાણ પર મૂક્યો તાત્કાલિક પ્રતિબંધ; જાણી લો અસલી કારણ!
સોર્સ : gstv

FSSAIએ જાણીતી બ્રાન્ડ્સ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ અને લાલજી ગોધૂ દ્વારા ઉત્પાદિત કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે. લેબોરેટરી પરીક્ષણમાં આ પ્રોડક્ટ્સ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પર ખરી ન ઉતરતાં સબસ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાવાળી) જાહેર કરવામાં આવી છે.

App Store

બંને કંપનીની પ્રોડક્ટ પર હંગામી ધોરણે પ્રતિબંધ, એક્શન પ્લાન રજૂ કરવા આદેશ

FSSAI એ બંને કંપનીઓને નિયમોના ઉલ્લંઘન બદલ કારણદર્શક નોટિસ ફટકારી છે. આ ઉપરાંત નિર્ધારિત ધોરણોનું પાલન કેવી રીતે કરશે તેનો એક્શન પ્લાન રજૂ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત બજારમાં પહેલેથી ઉપલબ્ધ સબસ્ટાન્ડર્ડ માલને સ્વેચ્છાએ પાછો ખેંચવા માટે પણ જણાવાયું છે. જ્યાં સુધી કંપનીઓ તમામ નિયમોનું પાલન નહીં કરે ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. એવરેસ્ટ કંપનીની હિંગ ઉપરાંત 'ગરમ મસાલા'માં પણ નિયમોનું પાલન ન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે તેના વેચાણ પર પ્રતિબંધ નથી મૂકાયો, પણ કંપની પાસે આ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. જોકે, આ ત્રણ મસાલા ઉત્પાદનોના વેચાણ પર હજુ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ કંપની પાસે આ મામલે સ્પષ્ટતા માંગવામાં આવી છે.

લેબ ટેસ્ટિંગમાં શું સામે આવ્યું?

ગ્રાહકની ફરિયાદ બાદ FSSAI દ્વારા મુંબઈ અને ગુજરાતના ઉમરગામ સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી લેવાયેલા સેમ્પલ્સ લેબોરેટરી ટેસ્ટિંગમાં નિષ્ફળ રહ્યા હતા.

કમ્પાઉન્ડેડ હિંગમાં ઓછી માત્રા

વર્તમાન નિયમો મુજબ કમ્પાઉન્ડેડ હિંગમાં આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટનું પ્રમાણ લઘુત્તમ 5% હોવું અનિવાર્ય છે. જોકે ટેસ્ટિંગ દરમિયાન સેમ્પલ્સમાં આ પ્રમાણ માત્ર 0 થી 3% જ મળી આવ્યું હતું. આ તારણ સ્પષ્ટ દર્શાવે છે કે ઉત્પાદકો નિર્ધારિત નિયમો કરતાં 30 થી 40% જેટલી ઓછી કાચી હિંગનો ઉપયોગ કરી રહ્યા હતા.

LG યુનિટમાં સ્ટાર્ચનું વધુ પ્રમાણ

લાલજી ગોધૂ (LG) ના પ્લાન્ટમાંથી એકત્રિત કરાયેલા કાચી હિંગના 6 વિવિધ સેમ્પલ્સના પરીક્ષણમાં સ્ટાર્ચનું પ્રમાણ 15 થી 32% જેટલું અત્યંત ઊંચું નોંધાયું હતું, જ્યારે નિયમ મુજબ તેમાં વધુમાં વધુ માત્ર 1% સુધી જ સ્ટાર્ચ હોવાની છૂટ છે.

સુપ્રીમ કોર્ટમાં વોર્નિંગ લેબલનો પ્રસ્તાવ

આ કાર્યવાહી એવા સમયે સામે આવી છે જ્યારે FSSAI એ સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરી છે કે, પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં વધુ પડતી સુગર, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટ હોય તેવા પેકેટો પર સામેની બાજુએ સ્પષ્ટ દેખાય તેવું લાલ રંગનું ષટકોણ વોર્નિંગ લેબલ લગાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ જે. બી. પારડીવાલાની આગેવાની હેઠળની બેંચે પેકેટ પર ફ્રન્ટ-ઓફ-પેક વોર્નિંગ લેબલ લાગુ કરવામાં વિલંબ બદલ સરકાર અને FSSAI ને આકરો ઠપકો આપ્યો હતો, જે બાદ આ નવો પ્રસ્તાવ રજૂ કરાયો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News