VIDEO: 'જીવ બચાવવા 'જે જરૂર પડે તે કરો..'! સોનમ વાંગચુકની બગડતી તબિયત વચ્ચે દિલ્હી હાઈકોર્ટનો કેન્દ્ર સરકારને કડક આદેશ
સોર્સ : gstv
લદ્દાખને વિશેષ દરજ્જો અપાવવા અને NEET-UG ની એક્ઝામમાં થયેલા ગોટાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ 19મા દિવસમાં પ્રવેશી છે. તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે કે, વાંગચુકનો જીવ બચાવવા માટે જે પણ તબીબી સહાયની જરૂર હોય તે સરકાર દ્વારા તાત્કાલિક પૂરી પાડવામાં આવે. હાઈકોર્ટે સરકારી ડૉક્ટરોની ટીમને તેમની તબિયત પર સતત દેખરેખ રાખવા જણાવ્યું છે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, વિરોધ પ્રદર્શન વચ્ચે તેમના સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ.

