VIDEO: નાહનમાં આફતનો વરસાદ: સિરમૌરમાં ભારે ભૂસ્ખલનથી પહાડી માર્ગો બંધ
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના મુખ્ય મથક નાહન અને તેની આસપાસના પહાડી વિસ્તારોમાં ચોમાસાના અવિરત અને ભારે વરસાદને કારણે ગંભીર ભૂસ્ખલન ની ઘટનાઓ સામે આવી છે. પહાડો પરથી મોટા પથ્થરો અને હજારો ટન કાટમાળ ધસીને મુખ્ય ધોરીમાર્ગો પર આવી જતાં અનેક કનેક્ટિંગ રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા છે. આ માર્ગ વ્યવસ્થાઓ ઠપ થવાને કારણે સેંકડો વાહનો હાઈવે પર ફસાઈ ગયા છે અને સ્થાનિક રહીશો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામના કરવો પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં વીજળી અને પીવાના પાણીનો પુરવઠો પણ આંશિક રીતે ખોરવાયો છે. ઘટનાની ગંભીરતાને જોતાં સિરમૌર જિલ્લા પ્રશાસન અને લોકનિર્માણ વિભાગની ટીમો જેસીબી મશીનો સાથે કટોકટીના ધોરણે રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાઈ ગઈ છે અને નાગરિકોને જોખમી પહાડી વિસ્તારોમાં ન જવા કડક સૂચના આપવામાં આવી છે.

