VIDEO: ચરખી દાદરીમાં દીપેન્દર હૂડાનો ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર
સોર્સ : gstv
હરિયાણાના ચરખી દાદરીમાં રોહતકના સાંસદ દીપેન્દર હૂડાએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ સામે મોરચો મંડ્યો છે. ભાજપ નેતાઓના નિવેદનો અને નીતિઓ પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ લોકશાહીના મૂલ્યોનું હનન કરી રહ્યો છે. સેવા સંકલ્પ અભિયાન દરમિયાન જનતા સાથે સંવાદ સાધતા હૂડાએ જણાવ્યું કે રાજ્યના લોકો હવે ભાજપના શાસનથી કંટાળી ગયા છે. તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે આગામી સમયમાં જનતા જ ભાજપના નેતાઓને તેમની ભાષા અને નીતિઓ માટે જડબાતોડ જવાબ આપશે.

