Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Did Jagdeep Dhankhar resign from the post of Vice President after being upset with JP Nadda?

જેપી નડ્ડાથી નારાજ થઇને જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું? વિપક્ષે ઉઠાવ્યા સવાલ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
જેપી નડ્ડાથી નારાજ થઇને જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું? વિપક્ષે ઉઠાવ્યા સવાલ
સોર્સ : GSTV

દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ચોમાસું સત્ર શરૂ થયાના પ્રથમ દિવસે જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. વર્ષ 2022માં ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયેલા ધનખડનો કાર્યકાળ 2027 સુધીનો હતો, એવામાં તે કાર્યકાળ પૂર્ણ ન કરનારા દેશના ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ પહેલા કૃષ્ણકાંત અને વીવી ગિરીએ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો નહતો.

App Store

BAC બેઠકમા નડ્ડા ગેરહાજર રહ્યા હતા

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર સદનની કાર્યવાહી વચ્ચે આશરે 4.30 કલાકે બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બીજી મીટિંગ મળી હતી અને તેમાં સત્તા પક્ષના પ્રતિનિધિ તરીકે સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ મુરૂગન હાજર રહ્યા હતા. મુરૂગને અધ્યક્ષ જગદીપ ધનખડને મીટિંગના બીજા દિવસે એટલે કે મંગળવારે રિશેડ્યૂલ કરવાનો આગ્રહ કર્યો હતો.

જગદીપ ધનખડ BAC મીટિંગમાં રાજ્યસભાના નેતા સદન જેપી નડ્ડા અને સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂની ગેરહાજરીથી નારાજ હતા. ગત દિવસે બે વખત બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી પરંતુ તેનું કોઇ પરિણામ આવ્યું નહતું. કોંગ્રેસ સાંસદ સુખદેવ ભગતે પણ BAC બેઠકમાં જેપી નડ્ડા અને કિરણ રિજિજૂના ના આવવા પર સવાલ ઉઠાવ્યા છે.

સદનમાં પણ થઇ હતી ચર્ચા

તેમને ઉપરાષ્ટ્રપતિ ધનખડના રાજીનામાને બિહાર વિધાનસભા ચૂંટણીને જોડતા કહ્યું કે ધનખડના રાજીનામાની પટકથા પહેલા જ લખાઇ ચુકી હતી. સદનમાં જેપી નડ્ડાએ કહ્યું હતું કે મારા શબ્દ રેકોર્ડમાં દર્જ થશે, આ સીધી રીતે ચેરનું અપમાન હતું.

કોંગ્રેસ સાંસદ સુખદેવ ભગતે કહ્યું કે ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખતા દરેક નિર્ણય લે છે. બિહાર ચૂંટણી નજીક છે અને રાજ્યસભાના ઉપસભાપતિ બિહારના છે, તેમને સંકેત આપ્યો કે ભાજપ, હરિવંશને ઉપરાષ્ટ્રપતિ બનાવી શકે છે. સાથે જ સુખદેવ ભગતે આરોપ લગાવ્યો કે ભાજપે ધનખડને પરેશાન કર્યા અને તેમના પર પોતાની શરતો લાગુ કરવાનો પ્રયાસ કર્યો.

વિવાદ પર જેપી નડ્ડાએ કરી સ્પષ્ટતા

BACની બેઠકમાં ગેરહાજર રહેવાને લઇને રાજ્યસભાના નેતા જેપી નડ્ડાએ સ્પષ્ટતા કરી છે. જેપી નડ્ડાએ કહ્યું કે, 'મે અને કિરણ રિજિજૂએ ઉપરાષ્ટ્રપતિ તરફથી 4.30 વાગ્યે બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો નહતો કારણ કે અમે કોઇ અન્ય મહત્ત્વપૂર્ણ સંસદીય કાર્યમાં વ્યસ્ત થઇ ગયા હતા, જેની જાણ ઉપરાષ્ટ્રપતિની ઓફિસને કરવામાં આવી હતી.નડ્ડાએ કહ્યું કે આ સિવાય મે રાજ્યસભામાં જે વાતો કહી હતી જે હું બોલી રહ્યો હતો તે ઓન રેકોર્ડ જશે, આ વિપક્ષના સાંસદો માટે હતું ના કે ચેર માટે.

વિપક્ષે ઉઠાવ્યા સવાલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાને લઇને વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટીના સાંસદ હરેન્દ્ર મલિકે કહ્યું કે, ધનખડ સ્વાભિમાની વ્યક્તિ છે, તે કોઇના દબાણમાં ઝુંકતા નથી. ખેડૂત નેતાઓ જ બીમાર કેમ થઇ રહ્યાં છે? પહેલા સત્યપાલ મલિક બીમાર થયા અને હવે ધનખડ માટે આ વાત કહી છે.

શિવસેના (ઉદ્ધવ)ના નેતા સંજય રાઉતે પણ સવાલ ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું કે દિલ્હીમાં પરદા પાછળ ઘણું મોટું થઇ રહ્યું છે. 

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ પણ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું ચોંકાવનારૂ છે. 

ઉપરાષ્ટ્રપતિના રાજનામા પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે- રાજીનામાનું કારણ તે જ જાણે છે.

જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું કેમ આપ્યું?