VIDEO: Gen-Z પ્રદર્શન પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, વિરોધનો અધિકાર પરંતુ ભાષાની મર્યાદા જરૂરી
સોર્સ : gstv
બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીના જંતર-મંતર પર થયેલા Gen-Z પ્રદર્શનને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દેશમાં વિરોધ નોંધાવવો દરેકનો લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ પ્રદર્શનના નામે અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. મધ્યપ્રદેશના કટની ખાતે મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે યુવાનોને સભ્ય સંવાદ અને ભારતીય સંસ્કૃતિની મર્યાદા જાળવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે દેશના વર્તમાન મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરતા શિસ્તપૂર્ણ અભિવ્યક્તિ પર ભાર મૂક્યો હતો. પંડિત શાસ્ત્રીએ યુવાનોને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવાની અપીલ કરી છે.

