VIDEO: દિલ્હી પોલીસે ફેક વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો, લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ
સોર્સ : gstv
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે વિદેશ મોકલવાના નામે લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરતા એક મોટા ફેક વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે દરોડો પાડીને માસ્ટરમાઈન્ડ સહિત મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી અનેક દેશોના બનાવટી વિઝા, નકલી પાસપોર્ટ, હોલોગ્રામ અને પ્રિન્ટિંગ મશીનરી સહિતનો મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ નિર્દોષ લોકોને વિદેશમાં નોકરી અને કાયમી વસવાટની લાલચ આપીને લાખો રૂપિયા પડાવતી હતી. હાલ દિલ્હી પોલીસે ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને આંતરરાષ્ટ્રીય સ્તરના તાર મેળવવા તપાસ તેજ કરી છે.

