VIDEO: દિલ્હી હાઈકોર્ટે ઉમર ખાલિદ, શરજીલ ઈમામને જામીન આપવાનો ઇનકાર કર્યો
સોર્સ : gstv
દિલ્હી હાઈકોર્ટે વર્ષ ૨૦૨૦ના દિલ્હી રમખાણો સંબંધિત UAPA કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રાયલ કોર્ટ દ્વારા જામીન અરજીઓ ત્રીજી વખત ફગાવ્યા બાદ બંનેએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ સુનાવણી દરમિયાન ઉમર ખાલિદના વકીલે પરિસ્થિતિમાં ફેરફાર થયાની દલીલ કરી હતી અને હજુ સુધી આરોપો ઘડાયા ન હોવાનું ધ્યાન દોર્યું હતું. જોકે, દિલ્હી પોલીસે બંનેને આ રમખાણોના મુખ્ય માસ્ટરમાઇન્ડ ગણાવીને તેમની જામીન અરજીઓનો સખત વિરોધ કર્યો હતો, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની અરજી ફગાવી છે.

