VIDEO: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન જોખમી ઈમારતો અને અનધિકૃત બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી
સોર્સ : gstv
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સુરક્ષા જાળવવા માટે શહેરવ્યાપી સઘન અભિયાન હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના તમામ 12 ઝોનમાં બિલ્ડિંગ બાય-લોઝ અને માસ્ટર પ્લાનનું ઉલ્લંઘન કરતી જોખમી ઈમારતો તથા અનધિકૃત બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.... વિશેષ ઝુંબેશ અંતર્ગત એક જ દિવસમાં અલગ અલગ 29 સ્થળોએ તોડફોડની કાર્યવાહી કરાઈ હતી, જ્યારે 10 મિલકતોને સીલ કરવામાં આવી હતી. હરિ નગર, વિકાસ પુરી, ગાંધી નગર અને મધુ વિહાર સહિતના અસંખ્ય વિસ્તારોમાં દબાણો હટાવવામાં આવ્યા છે. MCD એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે સખત પગલાં લેવામાં આવશે.

