Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Defeated in 2027 so all this drama!' BJP furious at opposition movement

VIDEO: '2027માં હાર ભાળી ગયા એટલે આ બધું નાટક!' વિપક્ષના આંદોલન પર ભાજપ ભડક્યું

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષી ગઠબંધન દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહારો કર્યા છે. તેલંગાણા ભાજપના પ્રવક્તા એન.વી. સુભાષે કોંગ્રેસ અને વિપક્ષી પક્ષો પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે વિપક્ષ માત્ર મીડિયામાં ધ્યાન ખેંચવા અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે દિલ્હીના રસ્તાઓ પર ડ્રામા ઊભો કરી રહ્યું છે.

App Store

હૈદરાબાદ ખાતે નિવેદન આપતાં એન.વી. સુભાષે જણાવ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર ઈન્ડી એલાયન્સ દિલ્હીના રસ્તાઓ પર હોબાળો, નાટક અને એક પ્રકારનું ઈવેન્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે, જેથી તેમને મીડિયાનું અટેન્શન મળી શકે. ભારતીય જનતા પાર્ટી અશાંતિ ફેલાવવાના અને ખોટો નેરેટિવ બનાવવાની આ પદ્ધતિની આકરી ટીકા કરે છે."

ચૂંટણી પંચની કામગીરી અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, "ચૂંટણી પંચમાં યોગ્ય અને સ્પષ્ટ પ્રક્રિયાઓ પહેલેથી જ નક્કી છે, તેથી પંચને તેનું કામ શાંતિથી કરવા દેવું જોઈએ."

વિપક્ષના આ વિરોધ પાછળનું કારણ દર્શાવતાં ભાજપ પ્રવક્તાએ દાવો કર્યો હતો કે, "2027માં ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. કોંગ્રેસ, ઈન્ડી એલાયન્સ અને ગાંધી પરિવાર સારી રીતે જાણી ગયા છે કે આ ચૂંટણીઓમાં ભાજપના હાથે તેમનો અત્યંત કારમો પરાજય થવાનો છે. આ હારના ડરથી બચવા અને મુદ્દો ભટકાવવા માટે જ તેઓ અત્યારે રાજધાનીમાં વિરોધ પ્રદર્શનનું નાટક રચી રહ્યા છે."