VIDEO: બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી સાથે તંત્ર એલર્ટ
સોર્સ : gstv
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરશે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશાના સાત જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને અધિકારીઓની રજાઓ રદ કરાઈ છે. સાવચેતીના ભાગરૂપે દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તેમજ રાહત કેન્દ્રો અને મશીનરીને તૈયાર રાખવામાં આવ્યા છે.

