Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Debate between Priyanka Gandhi and Mukesh Dalal in the Parliament premises, Rahul Gandhi and leaders came face to face on Jharkhand issue

VIDEO: સંસદ પરિસરમાં પ્રિયંકા ગાંધી અને મુકેશ દલાલ વચ્ચે બહસ, રાહુલ ગાંધી અને ઝારખંડ મુદ્દે સામસામે આવ્યા નેતાઓ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસદના ચોમાસુ સત્રના છેલ્લા અઠવાડિયામાં પણ સરકાર અને વિપક્ષ વચ્ચેનો મડાગાંઠ કે વિવાદ ઉકેલાયો નથી અને સ્થિતિ જસની તસ બનેલી છે. મંગળવારે સંસદ પરિસરમાં બંને પક્ષના સાંસદો સામસામે આવી જતા વાતાવરણ ગરમ થઈ ગયું હતું અને તેમની વચ્ચે તીખી બહસ થઈ હતી. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને ભાજપ સાંસદ મુકેશ દલાલ પણ આમને-સામને આવી ગયા હતા, જ્યાં તેમની વચ્ચે પણ શાબ્દિક બોલાચાલી જોવા મળી હતી.

App Store

સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન અને પ્રિયંકા ગાંધીનો જવાબ

પ્રિયંકા ગાંધી જ્યારે સંસદ ભવન તરફ જઈ રહ્યા હતા, ત્યારે ભાજપના સાંસદ મુકેશ દલાલે 'રાહુલ ગાંધી શરમ કરો, શરમ કરો'ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. તેમના હાથમાં ઝારખંડના વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર મામલે રાહુલ ગાંધી જવાબ આપે તેવા લખાણવાળા પોસ્ટરો હતા. આ વિરોધ સામે પ્રિયંકા ગાંધીએ સ્મિત સાથે જવાબ આપ્યો કે, રાહુલ ગાંધીએ ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી લીધી છે અને તેટલું કહીને તેઓ આગળ વધી ગયા હતા.

ભાજપ સાંસદ મુકેશ દલાલના રાહુલ ગાંધી પર પ્રહાર

આ ઘટના બાદ ભાજપ સાંસદ મુકેશ દલાલે સવાલ ઉઠાવતા કહ્યું કે, 'રાહુલ ગાંધીએ ઝારખંડનો પ્રવાસ ક્યારે કર્યો? રાહુલ ગાંધી અને કેજરીવાલ ઝારખંડ જવાની હિંમત કેમ નથી કરતા? પ્રિયંકા ગાંધીએ મને કહ્યું કે રાહુલ ગાંધી આ વિષય પર કામ કરી રહ્યા છે, તેથી જ મેં તેમને પૂછ્યું કે રાહુલ ગાંધી પોતે ઝારખંડ કેમ ન ગયા.'

સંસદમાં કયા મુદ્દે ચાલી રહ્યો છે અવરોધ?

વાસ્તવમાં, દિલ્હીમાં Gen Zના આંદોલન દરમિયાન થયેલા લાઠીચાર્જ અને રામ મંદિર દાન ચોરીના મુદ્દે વિપક્ષ ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબની માંગ કરી રહ્યો છે. વિપક્ષના હંગામાના કારણે ગૃહની કામગીરી સતત ખોરવાઈ રહી છે. બીજી તરફ, સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમિત શાહ જવાબ આપવા તૈયાર છે, પરંતુ વિપક્ષે તેમને સાંભળવા પડશે અને ચર્ચામાં ભાગ લેવો પડશે. આમ છતાં સંસદમાં અવરોધ ઉકેલાયો નથી.

ઝારખંડ મુદ્દે એનડીએ સાંસદોનો માર્ચ અને પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

હવે ભાજપના નેતાઓ પણ ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલન પર થયેલા લાઠીચાર્જના મુદ્દે વિપક્ષને ઘેરી રહ્યા છે. સત્તાપક્ષનો આરોપ છે કે વિપક્ષી નેતાઓ આ મુદ્દા પર કેમ મૌન છે? NDAના સાંસદોએ આજે આ બાબતે સંસદ પરિસરમાં માર્ચ કાઢી હતી. ભાજપના આ પ્રદર્શન પર કટાક્ષ કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'મેં પહેલીવાર સરકારના સાંસદોને વિરોધ પ્રદર્શન કરતા જોયા છે. આટલું તો અમે તેમને મજબૂર કરી જ દીધા છે. હવે તેઓ ગૃહમાં આવે અને સવાલોના જવાબ આપે.'