Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Dangerous stunts at Moharram processions in Ujjain

ઉજ્જૈનમાં મોહર્રમના જુલૂસમાં ખતરનાક સ્ટંટ; હવામાં ક્રેન વડે વાન લટકાવી ધડાકા સાથે ઉડાવી

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઉજ્જૈનમાં મોહર્રમના જુલૂસમાં ખતરનાક સ્ટંટ; હવામાં ક્રેન વડે વાન લટકાવી ધડાકા સાથે ઉડાવી
સોર્સ : google

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહર્રમના જુલૂસ દરમિયાન એક ખતરનાક પ્રદર્શનનો વિડીયો સામે આવતા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જુલૂસ દરમિયાન એક વાનને ક્રેન દ્વારા ઊંચાઈ પર લટકાવી તેમાં વિસ્ફોટ કરવાનો આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. 

App Store

40 ફૂટની ઊંચાઈ પર વાનને લટકાવવામાં આવી

પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના બડનગરના અડાન મહોલ્લાથી નીકળેલા મોહર્રમના જુલૂસ દરમિયાન બની છે. જુલૂસમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા અને જુદા જુદા પ્રકારના પરંપરાગત પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન એક વાનને ક્રેન વડે આશરે 40 ફૂટની ઊંચાઈ પર હવામાં લટકાવવામાં આવી હતી. દર્શકોના જણાવ્યા મુજબ વાહનના ઉપર બે યુવકો ઊભા હતા, જેઓ લાલ ધ્વજ લહેરાવી રહ્યા હતા. 

વાનમાં વિસ્ફોટક પદાર્થ સળગાવાયો

વાનમાં હવામાં લટકાવ્યા બાદ તેમાં વિસ્ફોટ થતાં વાન સળગી ગઈ હતી અને ત્યાં હાજર લોકો ઉજવણીમાં મસ્ત દેખાયા હતા. આ જોખમી ઘટનામાં કોઈને પણ જાનહાનિ થવાનો ડર નહોતો. 

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી

પોલીસે ઘટનાને ગંભીરતા લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વાનમાં કયા પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો તે દિશામાં તપાસ ચાલુ છે. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન કરાયુ છે કે નહીં તેમજ તેની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે.