VIDEO: UPI MDRને લઈને 15 ઓક્ટોબરથી સરકારની દૈનિક નજર
સોર્સ : gstv
15 ઓક્ટોબરથી સરકાર દરરોજ દેખરેખ રાખશે કે રૂ.2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગતા 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDRનો ચાર્જ વેપારીઓ ગ્રાહકો પાસેથી વસૂલે છે કે નહીં. સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર પેમેન્ટ એગ્રીગેટર્સ સાથે મળીને વેપારીઓને નવા MDR ચાર્જ ક્યાં લાગુ પડશે અને ક્યાં નહીં તેની માહિતી આપવામાં આવશે. સાથે જ રૂ.2,000થી ઓછા UPI વ્યવહારો પર 0.15 ટકા સુધીની સબસિડી આપતી ઇન્સેન્ટિવ યોજના 15 ઓક્ટોબર બાદ બંધ કરવાની માહિતી સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ MDRનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવે છે કે નહીં તેની દૈનિક ધોરણે તપાસ કરવામાં આવશે.

