VIDEO: અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, પીએમ મોદીએ આપ્યા અભિનંદન
ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માનોમાંના એક દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેતા અનંત નાગની પસંદગી કરવામાં આવી છે. PIB દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. અનંત નાગને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમના લાંબા અને નોંધપાત્ર યોગદાન બદલ 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના કેવડિયા ખાતે યોજાનારા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં આ સન્માન એનાયત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનંત નાગને અભિનંદન પાઠવતાં તેમના સહજ અભિનય, વૈવિધ્ય અને ભારતીય સિનેમામાં તેમના યોગદાનની પ્રશંસા કરી છે. 4 સપ્ટેમ્બર 1948ના રોજ જન્મેલા અનંત નાગ કન્નડ સિનેમાના આદરણીય અભિનેતાઓમાંના એક છે. તેમણે પોતાની કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં 250થી વધુ કન્નડ ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો છે. ર્ષ 2025માં ભારત સરકારે તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી પણ સન્માનિત કર્યા હતા

