VIDEO: બોલિવૂડ અભિનેતા ગોવિંદાની AI દુરુપયોગ સામે કડક ચેતવણી
સોર્સ : gstv
બોલિવૂડ અભિનેતા અને પૂર્વ સાંસદ ગોવિંદાએ પરિવાર અને અંગત જીવનને લઈને ફેલાતી અફવાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. ગોવિંદાએ પરવાનગી વિના તેમના અવાજ, ચહેરા અથવા ઓળખનો AI અને ડીપફેક દ્વારા દુરુપયોગ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. અભિનેતાએ આવા કૃત્યોને ગંભીરતાથી લેતા 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ આપવાની ચેતવણી પણ આપી છે. આ મામલે AI, ડીપફેક અને વોઈસ ક્લોનિંગ દ્વારા સેલિબ્રિટીની ઓળખના દુરુપયોગના જોખમો અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

