VIDEO: મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ INDIA બ્લોકની બેઠક પહેલા વિપક્ષી એકતામાં પડી તિરાડ
સોર્સ : gstv
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે આક્રમક બનેલા ઈન્ડિયા ગઠબંધનની30 સપ્ટેમ્બરે મળનારી મહત્વની બેઠક પહેલા વિપક્ષની એકતામાં તિરાડ પડી છે.. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીએમકે અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં. તામિલનાડુ અને દિલ્હી ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે થયેલા મતભેદોને કારણે બંને પક્ષોએ અંતર જાળવી રાખ્યું છે. આ સિવાય સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાના કારણે રૂબરૂ હાજર રહેશે નહીં, પરંતુ તેમના પ્રતિનિધિઓ હાજરી આપશે. મહત્વનું છે કે AAP અને DMK ગેરહાજર હોવા છતાં ચૂંટણી પંચ સામે વિરોધ ચાલુ રાખશે.

