Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Court order to remove mosque in collectorate premises in Saharanpur

VIDEO: સહારનપુરમાં કલેક્ટોરેટ પરિસરમાં આવેલી મસ્જિદ હટાવવા કોર્ટનો આદેશ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કોર્ટ દ્વારા કલેક્ટર કચેરી પરિસરમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદને ખાલી કરવાનો અને તેને હટાવવાનો મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. આદેશ બાદ વહીવટી તંત્ર અને કાયદાકીય સ્તરે ભારે હલચલ મચી ગઈ છે. સામે આવેલા દ્રશ્યોમાં કલેક્ટોરેટ પરિસરની આસપાસ સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે. નિર્ણય અંગે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો દ્વારા પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. હિન્દુ સંગઠનોએ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે, જ્યારે મુસ્લિમ પક્ષે મામલે કાનૂની ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે. સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન કડક નજર રાખી રહ્યું છે.

App Store