VIDEO: ધર્માંતરણ કરતી સંસ્થાઓ એફસીઆરએ નોંધણી માટે હકદાર નથી: મદ્રાસ હાઈકોર્ટ
સોર્સ : gstv
મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જે ધાર્મિક સંગઠનો લોકોનું ધર્માન્તરણ કરવામાં સંકળાયેલા છે તેમને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ હેઠળ નોંધણી આપી શકાતી નથી. જોકે, કોર્ટે એ પણ નોંધ્યું કે જે સંસ્થાઓની પ્રવૃત્તિઓ દેશના ધર્મનિરપેક્ષ માળખા અને સામાજિક સંવાદિતાને અસર કરતી નથી, તેઓ નોંધણી મેળવવા માટે હકદાર રહેશે….જસ્ટિસ જી.આર. સ્વામિનાથન અને જસ્ટિસ એમ.ડી. સુમતીની ડિવિઝન બેન્ચે કોડાઈકનાલ સ્થિત કાન્ઝિઓન ચેરિટેબલ ટ્રસ્ટની અરજી ફગાવતી વખતે આ અવલોકનો કર્યા હતા. કોર્ટે જણાવ્યું કે ખ્રિસ્તી ધર્મ સહિતના અબ્રાહમિક ધર્મો સ્વાભાવિક રીતે વિશિષ્ટ છે, જેનો ઉદ્દેશ્ય લોકોને પોતાના ધર્મમાં લાવવાનો છે. આ ચુકાદાથી ધર્માન્તરણ કરતી સંસ્થાઓ માટે વિદેશી ભંડોળ મેળવવાનો રસ્તો બંધ થયો છે.

