National Highway પર અકસ્માતમાં સતત વધારો, 6 મહિનામાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ
હાલમાં જ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં 1,12,561 kmના National Highway પર રોડ સેફટી ઓડિટ કરવામાં આવ્યું. જેમાં વર્ષ 2024માં નેશનલ હાઇવે પર 52,609 જીવલેણ અકસ્માતો થયા હોવાનું સામે આવ્યું. અને જો આવી જ રીતે વર્ષ 2025ની વાત કરીએ તો માત્ર વર્ષના પ્રથમ 6 મહિનામાં જ માર્ગ અકસ્માતમાં 26,770 લોકોનાં મોત થયા છે. જે ખુબ જ ગંભિર બાબત ગણાવી શકાય. આ સાથે જ સરકાર દ્વારા જરુરી પગલાઓ હાથ ધરવામાં આવે છે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
NHAIએ લીધેલા પગલા
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, National Highway Authority of Indiaએ National Highway અને National Express Way જેવા કે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, ટ્રાન્સ-હરિયાણા, ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી મુંબઇ એક્સપ્રેસવે પરAdvanced Traffic Management System(ATMS) ઇન્સ્ટોલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ATMSમાં વિભિન્ન ઇલેકટ્રોનિક એન્ફોર્સમેન્ટ ઉપકરણોની જોગવાઇ છે જે હાઇવે પર થનારી ઘટનાઓની તાત્કાલિક ઓળખ કરવા અને હાઇવેની અસરકારક સમીક્ષા કરવામાં મદદ કરે છે. જેનાથી ઘટના સ્થળે તાત્કાલિક સહાયતા પ્રદાન કરી શકાય છે.
જૂના વાહનો પર સરકારે પ્રતિબંધ નથી મુક્યો
કેન્દ્રીય પ્રધાન શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જૂના વાહનો પર પ્રતિબંધ સરકારે નહિ પણ National Green Tribunalએ NCRમાં એક નિશ્ચિત સમય પછી ડીઝલ અને પેટ્રોલ વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. એ સહિત ગડકરીએ જણાવ્યું હતું કે, સરકારની વાહનોની Scrappage Policy 15 વર્ષ જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતી નથી.
આ સાથે જ ગડકરીએ જણાવ્યું હતું કે, Supreme Courteએ National Capital Region (NCR)મા રાજ્યોનાં પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યા છે કે National Green Tribunal(NGT)ના 7 એપ્રિલ, 2015ના આદેશ અનુસાર 10 વર્ષથી વધુ જૂના તમામ ડીઝલ વાહન અને 15 વર્ષથી વધુ જૂના તમામ પેટ્રોલ વાહન ચલાવવામાં નહીં આવે.

