VIDEO: દિલ્હી મેટ્રો સ્ટેશનો બંધ રાખવાના મામલે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ, અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ
સોર્સ : gstv
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને પગલે દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ રાખવા અને ટ્રેનો રદ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે મેટ્રો સ્ટેશનો ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો હોવા છતાં તેનું પાલન થયું નથી….અરજીમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને ડીએમઆરસીના ચેરપર્સન ડી. થારા વિરુદ્ધ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. અધિકારીઓએ વાજબી કારણ વગર પરિવહન સેવાઓ પર નિયંત્રણો ચાલુ રાખીને જાણીજોઈને કોર્ટના આદેશની અવગણના કરી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.

