Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Conspiracy to defame with deepfake video! Union Minister Nitin Gadkari reached the Bombay High Court in the E20 Ethanol dispute

VIDEO: ડીપફેક વીડિયોથી બદનામ કરવાનું ષડયંત્ર! E20 ઇથેનોલ વિવાદમાં બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ E20 ઇથેનોલ મિશ્રણ નીતિ સાથે તેમના અને તેમના પરિવારના નામને જોડતા કથિત AI-જનરેટેડ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ડીપફેક વીડિયો અને ગેરમાર્ગે દોરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો છે. હાઈકોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી છે અને વચગાળાની રાહતની માંગ કરતી આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા (ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી કંપની) તેમજ એક્સ (X - અગાઉનું ટ્વિટર) ને પ્રતિવાદી બનાવ્યા છે.

App Store

પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ

અરજી અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયો અને પોસ્ટ્સમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે નીતિન ગડકરી અને તેમના પરિવારે સરકારના ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામથી મોટો નાણાકીય લાભ મેળવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા, સચ્ચાઈ વગરના અને ચરિત્રહનન કરનારા ગણાવ્યા છે.

તથ્યો સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું છે કે, "E20 ઇથેનોલ મિશ્રણ નીતિ કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ નહીં." આથી, તેમની સાથે જોડીને કરવામાં આવી રહેલા તમામ આક્ષેપો તથ્યાત્મક રીતે તદ્દન ખોટા છે.

નીતિન ગડકરીએ હાઈકોર્ટ સમક્ષ ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી આ તમામ ડીપફેક વીડિયો અને સંબંધિત ગેરમાર્ગે દોરતી પોસ્ટ્સ તાત્કાલિક અસરથી હટાવવા તેમજ તેના આગળના પ્રસાર પર કાયમી રોક લગાવવાની માંગ કરી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News