Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Congress will support 'TVK', leaving DMK behind

VIDEO : DMKનો સાથ છોડી કોંગ્રેસ 'TVK'ના શરણે,  સુપરસ્ટાર વિજય બનશે તમિલનાડુના નવા 'કિંગ'

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી  સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવી છે.  અને હવે ચૂંટણી સમયે ડીએમકે સાથે ગઠબંધન કરનારી કોંગ્રેસે હવે ટીવીકેને ટેકો જાહેર કરતાં રાજ્યમાં નવા સમીકરણો રચાયા છે. તમિલનાડુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કે. સેલ્વાપેરુન્થગાઈ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ચેન્નાઈ સ્થિત TVK મુખ્યાલય ખાતે પાર્ટીના પ્રમુખ વિજય સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તમિલનાડુ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટીએ રાજ્યમાં સરકાર બનાવવા માટે TVK પાર્ટીને પોતાનું સંપૂર્ણ અને બિનશરતી સમર્થન જાહેર કર્યું છે.  તમિલનાડુમાં ટીવીકેએ 108 બેઠકો જીતી છે..અને મેજોરિટી માટે 118 સીટો જરૂરી છે. TVK સૌથી મોટી પાર્ટી છે પણ એકલી સરકાર બનાવી શકે તેમ નથી. બીજી તરફ DMK સાથેના ગઠબંધનમાં કોંગ્રેસે આશરે ૨૮ બેઠકો પર લડ્યા હતા, પરંતુ માત્ર ૫ જ જીતી.અને હવે ટીવીકે સાથે બિન શરતી ગઠબંધન કરવા જઈ તૈયા થઈ છે.

App Store