VIDEO: દિલ્હીમાં ઠંડીની શરૂઆત તાપમાન 20 ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચ્યું
સોર્સ : gstv
દેશના અનેક રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં રાત્રિનું તાપમાન ઘટીને ૨૦ ડિગ્રી આસપાસ થઈ ગયું છે. આગામી ૩ થી ૪ દિવસમાં ચોમાસાની સંપૂર્ણ વિદાય સાથે ઠંડી જોર પકડશે... પહાડો પરથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં પણ અસર દેખાઈ રહી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન ૧૪.૨ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું છે...ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ તથા હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. રવિવારે જમ્મુ અને પંજાબના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે.

