Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : coach of Vande Bharat Express derailed

VIDEO: પુણે રેલવે સ્ટેશન પાસે મોટી દુર્ઘટના ટળી, વંદે ભારત એક્સપ્રેસનો એક કોચ પાટા પરથી ઉતર્યો, સદનસીબે કોઈ જાનહાનિ નથી

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહારાષ્ટ્રના પુણે રેલવે સ્ટેશન પર ડાયમંડ ક્રોસિંગ પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. આ દુર્ઘટનાને પગલે રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી, જોકે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સોલાપુર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ, પુણે સ્ટેશન પાસે એક નોન-સ્ટાન્ડર્ડ ડાયમંડ ક્રોસિંગ પર પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ડાયમંડ ક્રોસિંગને તાત્કાલિક બદલવામાં આવ્યું હતું. રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રેનને ફરી પાટા પર ચડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેશનના વ્યસ્ત ડાયમંડ ક્રોસિંગ પર થયેલી આ ઘટનાને કારણે અન્ય ટ્રેન વ્યવહાર પર થોડી અસર પડી હતી, પરંતુ જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.  

App Store