VIDEO: કાવડ યાત્રા મુદ્દે સીએમ યોગીએ સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતા મૈનપુરી પહોંચ્યા હતા. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે લગભગ ₹682 કરોડની 111 વિકાસ યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. મંચ પરથી સીએમ યોગીએ પૂર્વ સપા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે એક સમય હતો જ્યારે મૈનપુરીના નામથી લોકો ડરતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. કાવડ યાત્રાના મુદ્દે તેમણે કહ્યું કે હવે કોઈ પણ કાવડ યાત્રાને રોકી શકશે નહીં અને શિવભક્તો માટે સરકાર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. તેમણે દાવો કર્યો કે ડબલ એન્જિન સરકારમાં ધાર્મિક યાત્રાઓ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે યોજાઈ રહી છે.

