Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CM Shubhendu Adhikari held 'Janata Darbar' at Salt Lake office

VIDEO : બંગાળમાં જનતા સાથે સીધો સંવાદ, CM શુભેન્દુ અધિકારીએ સોલ્ટલેક કાર્યાલયે યોજ્યો 'જનતા દરબાર'

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે સોલ્ટલેક સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે એક ભવ્ય 'જનતા દરબાર'નું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો સીધો નિકાલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ જનતા દરબારમાં કલકત્તા સહિત રાજ્યના ખૂણે-ખૂણેથી સેંકડોની સંખ્યામાં લોકો પોતાની ફરિયાદો અને રજૂઆતો લઈને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પોતે હાજર રહીને એક-એક નાગરિકની સમસ્યાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને સ્થળ પર જ હાજર વરિષ્ઠ અધિકારીઓને તેના ઝડપી અને યોગ્ય નિવારણ માટે કડક સૂચનાઓ આપી હતી. આ તકે પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય જનતા સાથે સીધો સંવાદ સાધવાનો મુખ્યમંત્રીનો આ પ્રયાસ સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા પામી રહ્યો છે.

App Store