VIDEO: સીએમ સાહાએ કર્યું પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
સોર્સ : GSTV
ત્રિપુરાની રાજધાની અગરતલામાં ઐતિહાસિક સ્થાનોના જીર્ણોદ્ધાર અને સુંદરીકરણની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું . ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ અગરતલા ખાતે શિવ બારી તળાવ વિકાસ પ્રોજેક્ટનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવની આસપાસના વિસ્તારને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યો હતો .મુખ્યમંત્રી સાહાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર શહેરના પર્યાવરણને જ સંતુલિત નહીં રાખે, પરંતુ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે એક સુંદર વિરામસ્થળ પણ બનશે. સરકાર અગરતલાને સ્માર્ટ સિટી બનાવવા અને તેની પ્રાચીન ધરોહરોને સાચવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

