VIDEO: મહાકાલેશ્વરની સવારીમાં સીએમ મોહન યાદવ
સોર્સ : gstv
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નીકળેલી વિશ્વપ્રસિદ્ધ ભગવાન મહાકાલેશ્વરની દિવ્ય સવારીમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે વિશેષ હાજરી આપી હતી. તેમણે ભગવાન મહાકાલની પાલકીનું પૂજન-અર્ચન કરીને નગરજનો અને દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે પ્રાથના કરી હતી. સવારી દરમિયાન મુખ્યમંત્રી પોતે શિવભક્તિમાં લીન થઈને ડમરૂ વગાડતા જોવા મળ્યા હતા, જેને જોઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ વ્યાપી ગયો હતો. હર હર મહાદેવ અને જય મહાકાલના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં હજારો ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. મુખ્યમંત્રીની હાજરીથી સવારીનો દિવ્ય માહોલ વધુ ભક્તિમય બની ગયો હતો.

