Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CJP's 'Parliament March': Tight security in Delhi, 5000 personnel deployed near Jantar-Mantar, Section 163 enforced

VIDEO: CJPનું 'સંસદ માર્ચ' : દિલ્હીમાં કડક સુરક્ષા, જંતર-મંતર પાસે 5000 જવાનો તેનાત, ધારા-163 લાગુ

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હી: નીટ (NEET) પેપર લીક અને દેશમાં વધતી બેરોજગારી મુદ્દે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના 'ચલો સંસદ' માર્ચને પગલે રાજધાની દિલ્હીમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. સંસદના મોનસૂન સત્ર (Monsoon Session) ના પ્રથમ દિવસે જ યોજાનારા આ વિરોધ પ્રદર્શનને રોકવા માટે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સમગ્ર નવી દિલ્હી વિસ્તારમાં 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS) ની ધારા-૧૬૩ (જૂની ધારા-૧૪૪) લાગુ કરી દેવામાં આવી છે.

App Store

જંતર-મંતર પર થ્રી-ટાયર સુરક્ષા ગ્રીડ અને ૫,૦૦૦ જવાનો

નવી દિલ્હીના દિલ સમાન જંતર-મંતર, પાર્લામેન્ટ સ્ટ્રીટ, સેન્ટ્રલ વિસ્ટા અને કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાં 'થ્રી-ટાયર' (Three-Tier) સુરક્ષા ચક્ર રચવામાં આવ્યું છે. જેમાં દિલ્હી પોલીસ અને CAPF (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ) ની ૨૫થી વધુ બટાલિયન સહિત ૫,૦૦૦થી વધુ જવાનોને તૈનાત કરાયા છે.

દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ સંસદ માર્ચ માટે કોઈ અધિકૃત મંજૂરી (Permission) આપવામાં આવી નથી. જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરશે તો તેની સામે 'ભારતીય ન્યાય સંહિતા' (BNS) ની ધારા-૨૨૩ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

CJP ના આંદોલન ની ૩ મુખ્ય માગણીઓ

૧. નીટ અને ભરતી પરીક્ષાઓમાં ધાંધલી: NEET પેપર લીક સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે.
૨. શિક્ષણ મંત્રીનું રાજીનામું: પરીક્ષાઓમાં થયેલી ગંભીર ગડબડીઓને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ.
૩. બેરોજગારી અને પરિણામોમાં વિલંબ: સરકારી ભરતી પ્રક્રિયામાં થતા વિલંબ અને યુવાનોના ભવિષ્ય સાથે થતા ખિલવાડ સામે વિરોધ.

સોનમ વાંગચુક હોસ્પિટલમાં; અનેક હસ્તીઓનું સમર્થન

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠા હતા, જેમને શનિવારે પોલીસે ખસેડીને સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital) માં દાખલ કર્યા છે. હોસ્પિટલના બિછાનેથી પણ તેમણે પોતાનો ઉપવાસ ચાલુ રાખ્યો છે અને સમર્થકોને શાંતિપૂર્ણ રીતે માર્ચમાં જોડાવા અપીલ કરી છે.

બીજી તરફ, જાણીતા લેખિકા અરૂંધતિ રોય, અભિનેતા નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ અને અર્થશાસ્ત્રી જયતી ઘોષ જેવી હસ્તીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માગને સમર્થન આપ્યું છે. જોકે, તેમણે આંદોલનકારીઓની બગડતી તબિયત અંગે ચિંતા વ્યક્ત કરીને અનશન સમાપ્ત કરવા અપીલ પણ કરી છે.

હાઇ-સિક્યોરિટી ઝોન અને મેટ્રો એલર્ટ

વિજય ચોક, વડાપ્રધાન આવાસ, રાષ્ટ્રપતિ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા જેવા VVIP વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના અનધિકૃત જમાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થિતિને પહોંચી વળવા વોટર કેનન (Water Cannon) અને રેપિડ રિસ્પોન્સ ટીમો સ્ટેન્ડબાય રખાઈ છે. નવી દિલ્હીના મહત્વના મેટ્રો સ્ટેશનો પર કડક નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે સ્ટેશનો બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.