CJI ગવઈએ પોતાના ઉત્તરાધિકારીનું નામ કર્યું જાહેર,જાણો કોણ બનશે નવા ચીફ જસ્ટીસ
ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના રિટાયરમેંટ પછી બીજા CJI

ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના રિટાયરમેંટ પછી બીજા CJIની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાણવામાં આવ્યું છે કે, CJI ગવઈએ પોતાના ઉત્તરાધિકારીના રૂપે જસ્ટિસ સૂર્યકાંતનું નામ આગળ વધારી દીધું છે. ગવઈ 23 નવેમ્બરે સેવાનિવૃત્તિ લઈ રહ્યા છે. તેમણે જસ્ટિસ સંજીવ ખન્નાના રિટાયરમેંટ બાદ તેમનું પદ સંભાળ્યું હતું.
CJI ગવઈએ જસ્ટિસ કાંતના નામની કરી ભલામણ
CJI ગવઈએ કેંદ્ર સરકાર પાસે જસ્ટિસ કાંતના નામની ભલામણ કરી છે. વરિષ્ઠતાના આધાર પર જસ્ટિસ કાંત ભારતના 53માં CJI બનશે. સરકાર જલ્દી આ વિશે સૂચના જાહેર કરી શકે છે. જસ્ટિસ કાંત લગભગ 14 મહિના સુધી પદ પર રહેશે અને 9 ફેબ્રુઆરી 2027માં રિટાયર થશે.
એક અહેવાલ મુજબ, CJI ગવઈ જલ્દી સિફારીશ પત્રની એક કોપી જસ્ટિસ કાંતને પણ સોંપી દેશે. કેંદ્ર સરકારે જસ્ટિસ ગવઈને પોતાના ઉત્તરાધિકારીની પસંદગી માટે કહ્યું હતું. એક વાતચિત દરમિયાન CJIએ કાંતને આ હોદ્દો સંભાળવા માટે યોગ્ય દર્શાવ્યા હતા.
કોણ છે જસ્ટિસ સૂર્યકાંત?
10 ફેબ્રુઆરી 1962માં જન્મેલા ન્યાયમૂર્તિ સૂર્યકાંતે 1981માં હરિયાણાના હિસારમાં આવેલ સરકારી સ્નાતકોત્તર મહાવિદ્યાલયથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને 1984માં મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલય, રોહતકથી એલએલબીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે 1984માં હિસાર જિલ્લા ન્યાયાલયથી અધિવક્તાના રૂપમાં પોતાનું કરિયર શરૂ કર્યું અને બીજા વર્ષે પંજાબ તેમજ હરિયાણા ઉચ્ચ ન્યાયાલય, ચંદિગઢમાં કામકાજ શરૂ કર્યું .
વર્ષ 2000માં તેઓ હરિયાણાના મહાધિવક્તા બન્યા અને 2001માં તેમને સીનિયર એડવોકેટના રૂપમાં નામાંકિત કર્યા. તે જ વર્ષે તે પંજાબ તેમજ હરિયાણા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધિશ બન્યા. ત્યાર બાદ તેઓ 2018માં હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિયુક્ત થયા અને 2019માં તેમને ઉચ્ચતમ ન્યાયાલયમાં પ્રમોશન અપાયું.
ઉચ્ચતમ ન્યાયાલયમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં ભૂમિકા ભજવી, જેમાં કલમ 370ને રદ કરવાને સંવિધાનિક મનાવવા વાળા સંવિધાન પીઠના નિર્ણયમાં તેમની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. તેમણે સંવિધાન, માનવાધિકાર અને લોકહિતથી જોડાયેલા એક હજારથી વધુ નિર્ણયોમાં યોગદાન આપ્યું છે.
વર્તમાનમાં તેઓ રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણમા પદ પર કાર્યકારી અધ્યક્ષ છે અને નેશનલ યૂનિવર્સિટિ ઓફ સ્ટડી એન્ડ રિસર્ચ ઈન લૉ, રાંચીના વિઝિટર પણ છે.








