VIDEO: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ૨૦૨૭માં બ્રિક્સ સંમેલનની યજમાની કરવાની કરી જાહેરાત
સોર્સ : gstv
નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એલાન કર્યું છે કે ચીન વર્ષ ૨૦૨૭માં બ્રિક્સની અધ્યક્ષતા સંભાળશે અને ૧૯મા બ્રિક્સ શિખર સંમેલનની યજમાની કરશે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક ગર્વર્નન્સ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહયોગ વધારવો જરૂરી છે. મિડલ ઈસ્ટમાં જારી જંગ અને તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા શી જિનપિંગે કહ્યું કે ચીન સભ્ય દેશો સાથે મળીને ગલ્ફ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા કાયમ કરવામાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવશે. તેમણે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તમામ રાષ્ટ્રો વચ્ચે પરસ્પર સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂક્યો છે

