VIDEO: એનઆરઆઈ દંપતીઓ વચ્ચે બાળ કસ્ટડી વિવાદ: સુપ્રીમ કોર્ટે બાળકના ગેરકાયદે અપહરણ પર કડક વલણ અપનાવતા આપ્યા મહત્વના આદેશ
સોર્સ : gstv
એનઆરઆઈ દંપતીઓ વચ્ચેના વૈવાહિક વિવાદોમાં બાળકની કસ્ટડીના કેસને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે જણાવ્યું છે કે જો કોઈ જીવનસાથી બાળકના અપહરણ કરીને વિદેશ નાસી છૂટે છે, તો આવા કેસોમાં બાળકને લઈ જનાર વ્યક્તિના માતા-પિતાએ પણ તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે…જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે સાડા ત્રણ વર્ષની સગીર પુત્રીને પત્નીની જાણ વગર ગુપ્ત રીતે અમેરિકા લઈ જનાર અને પરત લાવવાનો ઇનકાર કરનાર પિતાના માતા-પિતા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પુનઃસ્થાપિત કર્યું છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે માતા પોતાની પુત્રીને મેળવવા માટે દયનીય સ્થિતિમાં સંઘર્ષ કરી રહી છે અને ન્યાય પ્રક્રિયામાં અવરોધ ઊભો કરનારાઓને છોડવામાં આવશે નહીં.

