VIDEO: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ઝેડ પ્લસ સુરક્ષા કવચ અપાયું, કોંગ્રેસના વિરોધ વચ્ચે સુરક્ષા સઘન
સોર્સ : gstv
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા મતદાર યાદીની એસઆઈઆર પ્રક્રિયામાં અનિયમિતતાના આક્ષેપ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો તેજ બન્યા છે. વિરોધકર્તાઓ નિવાસસ્થાન સુધી પહોંચતા તેમની સુરક્ષા વધારી દેવાઈ છે...રિપોર્ટ પ્રમાણે દિલ્હી સ્થિત નિવાસસ્થાન, ચૂંટણી પંચની કચેરી અને વ્યક્તિગત સુરક્ષા માટે વધારાનો કાફલો તૈનાત કરાયો છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. બીજી તરફ, ચૂંટણી કમિશનરોએ અગાઉ આદેશો સામે વાંધો ઉઠાવ્યાના અહેવાલ બાદ વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે, જ્યારે ચૂંટણી પંચે પોતાના આદેશોને કાનૂની માન્યતા પ્રાપ્ત હોવાનું જણાવ્યું છે.

