Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Charged UPI under which law? The Supreme Court sought an account with the Centre-RBI-NPCI!

કયા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-RBI-NPCI પાસે માંગ્યો હિસાબ!

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
કયા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-RBI-NPCI પાસે માંગ્યો હિસાબ!
સોર્સ : gstv

દેશભરમાં દૈનિક ધોરણે લાખો લોકો દ્વારા વપરાતી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવસ્થા પર સૂચિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે રૂ.2,000થી વધુના પર્સન-ટુ-મર્ચન્ટ વ્યવહારો પર MDR લાદવાના નાણાં મંત્રાલયના નિર્ણયને પડકારતી PIL પર તાત્કાલિક સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, અદાલતે આ પગલાની કાયદાકીય માન્યતા પર ગંભીર સવાલો ઉઠાવતા કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષકારો પાસેથી ટૂંકી એફિડેવિટ માંગી છે.

App Store

ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મુખ્ય ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે આ બાબત કાનૂની કરતાં વધુ ટેકનિકલ છે, તેથી કેન્દ્ર સરકારે વાસ્તવિક તથ્યો સ્પષ્ટ કરવા પડશે.અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત પક્ષકારો પોતાની એફિડેવિટ રજૂ કરે તે પછી જ સમગ્ર મામલાની કાયદેસરતા અંગે અંતિમ સુનાવણી હાથ ધરાશે. હાલ આ તબક્કે કોર્ટે આ ચાર્જની કાયદેસરતા અંગે કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી.કેન્દ્ર સરકારના નિર્ણય સામે સર્વોચ્ચ અદાલતે આકરા સવાલો પૂછ્યા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર, ભારતીય રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે આ ફી લાદવાના કાયદાકીય આધાર અંગે સ્પષ્ટતા માંગી છે. અદાલતે સ્પષ્ટ પૂછ્યું છે કે આ નવા ચાર્જથી આખરે કોને કમાણી થશે અને તે નાણાંનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે

ટોપિક્સ:GSTV NewsGujarati News