Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Chardham Yatra suspended till September 27 due to rain alert

VIDEO: વરસાદના એલર્ટને લીધે ચારધામ યાત્રાને 27 સપ્ટેમ્બર સુધી સ્થગિત

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપતા હવામાન વિભાગે રેડ  અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સુરક્ષા અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને 27 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને પત્ર લખીને શનિવાર બપોરથી રવિવાર સુધી યાત્રા બંધ રાખવાનો આદેશ આપ્યો છે. દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.  હવામાન વિભાગ મુજબ બાગેશ્વર, પિથોરાગઢ, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લાઓ માટે રેડ એલર્ટ  આપવામાં આવ્યું છે. જ્યારે દેહરાદૂન, પૌડી, રુદ્રપ્રયાગ, ચમોલી અને અલમોડા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ  તથા હરિદ્વાર, ઉત્તરકાશી અને ટિહરી માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે હવામાન સામાન્ય થતાં જ ચારધામ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે. 

App Store