VIDEO: TMC ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ બાદ ઉજવણી
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના પાનીહાટીમાં પૂર્વ TMC ધારાસભ્ય નિર્મલ ઘોષની કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ બાદ લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પાનીહાટી નગરપાલિકા બહાર BJP કાર્યકરોએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. નિર્મલ ઘોષની ધરપકડના સમાચાર બાદ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરોએ ભ્રષ્ટાચારના આરોપોને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યવાહીને આવકારી હતી. નગરપાલિકા બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. નિર્મલ ઘોષ સામેના કથિત ભ્રષ્ટાચારના કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાના દૃશ્યો સામે આવ્યા છે.

