Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : High Court relief to TMC MP Abhishek Banerjee, stay on bulldozer proceedings

VIDEO: TMC સાંસદ અભિષેક બેનર્જીને હાઈકોર્ટથી રાહત, બુલડોઝર કાર્યવાહી પર લગાવી રોક

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જીને રવિવારે કલકત્તા હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે દક્ષિણ 24 પરગણાના અમતલા સ્થિત તેમની લોકસભા કાર્યાલય પર ચાલી રહેલી તોડફોડ કાર્યવાહી પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ તમામ પક્ષોને આગામી આદેશ અથવા આગામી સુનાવણી સુધી યથાસ્થિતિ (સ્ટેટસ ક્વો) જાળવી રાખવા જણાવ્યું છે. આ વચગાળાનો આદેશ એ અરજી પર આવ્યો છે, જે અભિષેક બેનર્જીની કંપની લીપ્સ એન્ડ બાઉન્ડ્સે હાઈકોર્ટમાં દાખલ કરી હતી.

App Store

કંપનીએ દાવો કર્યો છે કે, જે જમીન પર ઓફિસ બનેલી છે, તેના કાયદેસરના દસ્તાવેજો ઉપલબ્ધ છે, તેમ છતાં બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ મામલાની તાત્કાલિક સુનાવણી જસ્ટિસ રાજા બસુ ચૌધરીની બેન્ચે કરી હતી. ઓફિસ પર બુલડોઝરની કાર્યવાહીને લઈને રાજ્યમાં રાજકીય ઘમાસાણ પણ તેજ થઈ ગયું છે. તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, વિવાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં ભાજપના નેતાઓની હાજરીમાં ઓફિસને ધ્વસ્ત કરવામાં આવી હતી.

અભિષેક બેનર્જીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા અભિષેક બેનર્જીએ પશ્ચિમ બંગાળ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. અભિષેક બેનર્જીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બુલડોઝરની કાર્યવાહીને ગેરબંધારણીય જાહેર કરી ચૂક્યા છે, તેમ છતાં તેમની ઓફિસને તોડી પાડવામાં આવી હતી.

ટીએમસી સાંસદે આરોપ લગાવ્યો કે, આ કાર્યવાહી દરમિયાન પશ્ચિમ બંગાળના પોલીસકર્મીઓ કથિત રીતે 'ભાજપના ગુંડાઓ' સાથે મળીને લેપટોપ, પ્રિન્ટર, દસ્તાવેજો, ફર્નિચર અને અન્ય સામાન લઈ ગયા હતા. તેમણે આને 'તોડી પાડવાની કાર્યવાહી નહીં, પરંતુ વર્દીમાં ચોરી' ગણાવી હતી, અને કહ્યું કે, આ મામલો હાઈકોર્ટમાં વિચારાધીન હોવા છતાં, પોલીસે કાયદાના શાસનનું ખુલ્લું ઉલ્લંઘન કર્યું છે. કલકત્તા હાઈકોર્ટે રવિવારની સુનાવણી બાદ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, આગામી સુનાવણી સુધી વિવાદિત સ્થળ પર વધુ કોઈ તોડફોડ કરવામાં આવશે નહીં, અને યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે. હાઈકોર્ટના આ આદેશથી અભિષેક બેનર્જીને હાલ પૂરતી વચગાળાની રાહત મળી ગઈ છે.