VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના રાજકીય સફરની ઉજવણી
સોર્સ : gstv
હૈદરાબાદમાં તેલંગાણા શિવસેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી. તેલંગાણા શિવસેનાના પ્રમુખ સિંકારુ શિવાજીએ નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેના આહ્વાન પર મોદીના 25 વર્ષના રાજકીય સફરની ઉજવણી કરવામાં આવી રહી છે. શિવાજીએ જણાવ્યું કે, આ પ્રસંગે તેલંગાણા શિવસેના તરફથી પણ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

