VIDEO: મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનશે: પ્રિસ્ક્રિપ્શન વગર દવા મળવી મુશ્કેલ થશે
સોર્સ : gstv
સામાન્ય શરદી કે શરીરના દુખાવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લેવાની આદત ટૂંક સમયમાં બદલાઈ શકે છે. કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવ મુજબ દેશભરની તમામ ફાર્મસીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા અને ફૂટેજ સાચવવા ફરજિયાત બનાવવામાં આવશે. આ નવા નિયમથી પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ અટકાવવા પર કડક નજર રાખી શકાશે. જોકે, આનાથી ગ્રાહકો માટે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદવાની પ્રક્રિયા વધુ જટિલ બનશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર દવાઓના વેચાણ પર રોક લગાવવાનો અને સ્વાસ્થ્ય સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે.

