VIDEO: CBIના દરોડા: રેલવેમાં ભ્રષ્ટાચાર મામલે છ અધિકારીઓની ધરપકડ, લાખોની રોકડ જપ્ત
સોર્સ : gstv
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ રાજસ્થાન અને છત્તીસગઢમાં રેલવે વિભાગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ખાનગી કંપનીઓ પાસેથી બિલ ક્લિયર કરવાના બદલામાં લાંચ લેવાના આરોપસર છ રેલવે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે….CBI દ્વારા આરોપીઓના પરિસરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન લાખો રૂપિયાની રોકડ, ઘરેણાં અને મહત્વપૂર્ણ ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જયપુરમાં ઉત્તર પશ્ચિમ રેલવેના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ, સહાયક નાણાકીય સલાહકાર અને વરિષ્ઠ વિભાગ અધિકારી સહિતના લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે એજન્સી દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

