VIDEO: દિલ્હીમાં કારમાં અચાનક આગ લાગી
સોર્સ : gstv
દિલ્હીમાં ધૌલા કુઆં ફ્લાયઓવર પર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યા બાદ કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે ફ્લાયઓવર પર વાહનચાલકોમાં ચકચાર મચી હતી. ઘટનાના દૃશ્યો સામે આવ્યા છે, જેમાં કાર આગની લપેટમાં જોવા મળી રહી છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ કે કેમ તે અંગે પણ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલ ઘટનાના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

