VIDEO: પેરામ્બલુર હાઈવે પર બસમાં આગ
સોર્સ : gstv
તમિલનાડુના પેરામ્બલુર નજીક ચેન્નાઈ-તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મંગલમેડુ પાસે એક ખાનગી ઓમ્ની સ્લીપર કોચ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બસમાં ધુમાડો નીકળતા જ ડ્રાઈવરે સતર્કતા દાખવીને વાહનને રોકી દીધું હતું, જેના કારણે તમામ મુસાફરો સમયસર સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી હતી. જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

