VIDEO: ચાણક્યપુરીમાં પાકિસ્તાન હાઈકમિશન બહાર અતિક્રમણ પર બુલડોઝર કાર્યવાહી
દિલ્હીના રાજદ્વારી વિસ્તાર ચાણક્યપુરીમાં આવેલા પાકિસ્તાન હાઈકમિશનની બહાર તંત્ર દ્વારા મોટું બુલડોઝર એક્શન હાથ ધરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન હાઈકમિશનની માન્યતા પ્રાપ્ત સીમા બહાર બનાવવામાં આવેલા શેડ, ક્યુ-મેનેજમેન્ટ બેરિકેટ્સ અને ટ્રાફિક બોલાર્ડ્સ પર જેસીબી મશીન ફેરવી દેવાયું હતું. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇકમિશન બહાર પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા બેરિકેટ્સ હટાવવાની કાર્યવાહી બાદ ભારતે આ જવાબી પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. વિઝા વિભાગ નજીક કરવામાં આવેલા આ અતિક્રમણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. આ ઘટના બાદ રાજદ્વારી સ્તરે ભારે ચર્ચા જાગી છે અને હાઇકમિશન પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

