VIDEO: "પોતાની આલીશાન ઓફિસ બનાવી, પણ 12 વર્ષમાં એક હોસ્પિટલ ન બની!" ગુરુગ્રામ મુદ્દે ભાજપ પર ભડક્યા દીપેન્દ્ર હુડ્ડા
નવી દિલ્હી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ ગુરુગ્રામમાં વિકાસના નામે થયેલી બેદરકારી અને મૂળભૂત સમસ્યાઓ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ અને વર્તમાન મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને સામૂહિક રીતે જવાબદાર ઠેરવ્યા હતા.
દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, ભાજપે પોતાના શાસન દરમિયાન ગુરુગ્રામમાં ભવ્ય અને વૈભવી પાર્ટી ઓફિસનું નિર્માણ કર્યું, પરંતુ વિશ્વની સૌથી ધનિક પાર્ટી હોવા છતાં 12 વર્ષમાં ગુરુગ્રામ માટે એક નવી સિંગલ હોસ્પિટલ કે નવી શાળા બનાવી શકી નથી. શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવા છતાં મેટ્રો નેટવર્કનો 1 ઇંચ પણ વિસ્તાર કરવામાં આવ્યો નથી. ગુરુગ્રામમાં ટ્રાફિક જામ, વરસાદી પાણી ભરાવા (વોટર લોગિંગ) અને કચરાના ઢગલા જેવી સમસ્યાઓ વર્ષોથી જેમની તેમ છે. મનોહર લાલ ખટ્ટર, રાવ ઈન્દ્રજીત સિંહ અને નાયબ સિંહ સૈની આ તમામ નિષ્ફળતાઓ માટે સીધા જવાબદાર છે અને તેમણે જનતાને જવાબ આપવો જ પડશે.

