Budget 2026: જમ્મુ કાશ્મિર સહિત આ રાજ્યોમાં પર્વતીય ટ્રેલ્સ વિકસાવવામાં આવશે
બજેટ જાહેર કરતી વખતે નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે પર્યટન અને પ

બજેટ જાહેર કરતી વખતે નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે પર્યટન અને પર્યાવરણના વિકાસ અંગે પણ સરકાર દ્વારા ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી પર્યાવરણમાં પણ વિકાસ થશે અને દેશમાં પર્યટનને પણ વેગ મળશે. આ વિકાસની દ્રષ્ટીએ જમ્મુ કાશ્મિર સહિત બીજા 2 રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે.
પર્યટન અને પર્યાવરણ ક્ષેત્રમાં પણ સરકારે નવી પહેલની જાહેરાત કરી છે. સીતારમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ પર્વતીય ટ્રેલ્સ વિકસાવવામાં આવશે, સાથે જ અરાકુ વેલી અને પશ્ચિમ ઘાટમાં પણ આવી ટ્રેલ્સ તૈયાર કરવામાં આવશે. ઓડિશા, કર્ણાટક અને કેરળમાં મુખ્ય કાચબાના પ્રજનન વિસ્તારો પાસે કાચબા ટ્રેલ્સ વિકસાવવામાં આવશે, જેથી જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય અને પર્યટનને પ્રોત્સાહન મળે.




